નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા 11439 પર પહોંચી છે. જ્યારે આ ખતરનાક વાયરસના કારણે અત્યાર સુધીમાં 377 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 11439 દર્દીઓમાંથી 1306 લોકો સારવાર બાદ સાજા થયા છે. સૌથી ખરાબ હાલત મહારાષ્ટ્રની છે જ્યાં 2337 કેસ સામે આવ્યાં છે. દિલ્હીમાં પણ 1500 જેટલા કેસ અને તામિલનાડુમાં 1000 કોરોના પોઝિટિવ કેસ જોવા મળ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકામાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, દોષનો ટોપલો WHO પર ઢોળી ટ્રમ્પે કરી મોટી કાર્યવાહી


દેશમાં કોરોના મામલે મહારાષ્ટ્રની સ્થિતિ ભયાનક
દેશમાં કોરોનાના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યાં છે. જ્યાં આંકડો 2337 પર પહોંચ્યો છે. અહીં મૃત્યુઆંક 160 છે. જ્યારે ત્યારબાદ દિલ્હીમાં 1561 પોઝિટિવ કેસ છે અને 30 લોકોના મોત થયા છે અને ત્રીજા નંબરે તામિલનાડુમાં 1173 કેસ જોવા મળ્યાં છે અને 11 લોકોના મોત થયા છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube